યાત્રાધામ અંબાજીમાં આજરોજ પ્રક્ષાલન વિધિ યોજાશે જેને લઇને અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે સવારે આરતી 7:30 થી 8:00 સુધી રહેશે દર્શન સવારે 8:00 થી 11:30 સુધી રાજભોગ બપોરે 12:00 કલાકે અને ત્યારબાદ દર્શન 1:00 વાગ્યા સુધી ચાલુ રહેશે ત્યારબાદ પ્રક્ષાલન વિધિ યોજાશે અને સાંજની આરતી 9:00 કલાક ની આસપાસ થશે