રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતીના સન્માનમાં 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આ વર્ષે 'હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન, ખેલે ભી ઔર ખીલે ભી,' થીમ અંતર્ગત આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મહેસાણા ખાતે સાયકલ રેલી યોજાઇ હતી.