ગોધરા શહેરમાં તાજેતરના વરસાદ બાદ નવનિર્મિત માર્ગોમાં મોટા ખાડા સર્જાતા નાગરિકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે. ભુરાવાવ ચાર રસ્તા, ઓવરબ્રિજ, ગીધવાણી રોડ, બસ સ્ટેશન માર્ગ સહિતના મુખ્ય રસ્તાઓ ખરાબ હાલતમાં છે. રહીશોનું આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરો હલકી કક્ષાનું મટિરિયલ વાપરી ભ્રષ્ટાચાર કર્યો છે, જ્યારે નગરપાલિકા વારંવાર રજૂઆત છતાં નિષ્ક્રિય રહી છે. સ્ટ્રીટ લાઈટ, સાફસફાઈ જેવી સુવિધાઓમાં પણ બેદરકારી જણાઈ રહી છે. ત્યારે જિલ્લા સેવાસદન કચેરીએ આવેદનપત્ર અપાયું