ભિલોડા તાલુકાની ઇન્દ્રાશી નદીમાં નવા નીર આવતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ છે. છેલ્લા કેટલાંક દિવસથી ભિલોડા સહિત ઉપરવાસ વિસ્તારમાં વરસાદ ખાબકતા નદી બે કાંઠે વહેવા લાગી છે.નદી બે કાંઠે થતા આસપાસના ગામોના બોરકુવા રિચાર્જ થવા સાથે સુકાતા ખેતીપાકને જીવતદાન મળ્યું છે.વરસાદના પાણીથી ખેતરોમાં હરિયાળી ફરી વળી હોવાથી ખેડૂતોના ચહેરા પર આનંદ છવાઈ ગયો છે.