ડાંગ જિલ્લો પાંચમી અનુસૂચિ વિસ્તાર હોવાથી અહીંના આદિવાસી હક્કોમાં કોઈપણ પ્રકારનો ઘટાડો અસંવિધાનિક ગણાશે.ST અનામત સીટને જનરલ કરવો કે બહારથી આવેલા લોકોને હક્ક આપવો, આદિવાસી હિતો માટે ગંભીર ખતરો છે.આદિવાસી સમાજની માગણી:રાજ્ય સરકાર તાત્કાલિક આ મુદ્દાને ગંભીરતાથી લઇ જરૂરી કાર્યવાહી કરે.જો સરકાર તરત જ પગલાં નહીં લે, તો આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર તથા તંત્રની રહેશે.