સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં "એક દિવસ, એક કલાક,એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન" કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં લોકોએ શ્રી જાગનાથ મહાદેવ મંદિર તથા આજુબાજુના વિસ્તારમાં સફાઈ કરી હતી. જેમાં કુલ ૫૫ વ્યક્તિઓએ ૧ કલાક શ્રમદાન કરી ૧૬૫ કિગ્રા કચરાનો નિકાલ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ કંચન રમેશગીરી ગૌસ્વામી, , નગરપાલિકા સ્ટાફ તથા લોકો સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થયા હતા.