દેશભરમાં 'રાષ્ટ્રીય રમત દિવસ'ની ઉજવણીના ભાગરૂપે, ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે, વઘઈ પોલીસે ગણપતિ પંડાલના આયોજકો સાથે મળીને રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કર્યું હતુ. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ અને જનતા વચ્ચે સુમેળભર્યાં સંબંધો સ્થાપિત કરવાનો અને રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.