નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે આવનારા 06/09/2025ના રોજ ગણેશ વિસર્જન દરમિયાન નાની મૂર્તિઓનું વિસર્જન માત્ર તંત્ર દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવોમાં જ કરવું જોઈએ. જ્યારે મોટી મૂર્તિઓનું વિસર્જન નક્કી કરેલ ઓવારા ખાતે જ કરવાનું રહેશે. ઉપરાંત, ધ્વનિ પ્રદૂષણ અંગે જાહેર કરાયેલા નિયમોનું કડક પાલન કરવા માટે પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.