અંબાજીના પવિત્ર ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાંથી પગપાળા મા અંબાના દર્શને જઈ રહ્યા છે. પરંતુ, વિસનગરમાં આ શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેનું કારણ તંત્રની ઘોર બેદરકારી છે.