મોરબી સિરામિક નગરી હોવાથી ધંધા રોજગાર ધમધમતા હોય છે જેથી લોકો સવારના ધંધા રોજગાર માટે વાહન લઇને નીકળતા હોય છે પરંતુ ટ્રાફિકની સમસ્યાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે મોરબીના લક્ષ્મીનગર ગામથી લઇને ટીંબડી ગામના પાટીયા સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો રોજરોજ ટ્રાફિકની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે અને આ બાબતે યોગ્ય કરવા લોકો માંગ કરી છે.