લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં રહેતા ઋષિરાજસિંહ અજીતસિંહ જાડેજાએ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ કરીને જણાવ્યું છે, કે ગલ્લા ગામમાં પોતાના ઘરની બાજુમાં આવેલા આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિરમાંથી કોઈ તસ્કરો ચાર નંગ છત્તરની ચોરી કરી લઈ ગયા છે ત્યારે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરે આ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે