પ્રિતેશ પ્રવિણ વસાવા ઉંમર ૩૦, રહે. થારોલી ગામ, વસાવાફળીયુ પોતાના રહેણાક પાછળની ખુલ્લી જગ્યામાં ગેરકાયદે રીતે દેશીદારૂની ભઠ્ઠી ચલાવતો હતો. પોલીસે સ્થળ પર દરોડો પાડી દેશીદારૂ ૧૪ લીટર કિંમત રૂ.૨,૮૦૦, ગોળ પાણી રસાયણ ૪૯૦૦ લીટર કિંમત રૂ.૧,૨૨,૫૦૦, તથા ભઠ્ઠીના સાધનો – તગારા બે નંગ, સ્ટીલના ચાટલા સહિત કુલ રૂ.૧,૨૫,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ મામલે કામરેજ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી હતી.