થાનગઢ ખાતે પિયર ધરાવતા કિંજલબેન મહેન્દ્રભાઈ ચોહાણના પતિ આઠેક મહિના પૂર્વે અવસાન પામ્યા હતા જે બાદ વિધવા મહિલા પિયર ખાતે રહેવા માટે આવી ગયા હતા જ્યારે મહિલાના પતિના મોબાઈલમાં બેંકમાંથી રૂપિયા ઉપડ્યા હોવાના મેસેજથી તપાસ કરતા સગા દિયરે ૭.૭૯ લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાથી દિયર જયદીપ દયારામભાઈ ચોહાણ વિરુધ ગુન્હો નોંધાવ્યો હતો.