ભારત સરકારે વિદેશથી આયાત થતા કપાસ પરના તમામ પ્રકારના વેરાઓ રદ કરવાના નિર્ણય સામે દેશભરમાં ખેડૂતો અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા| વિરોધ નોંધાઈ રહ્યો છે. જુનાગઢમાં પણ આજે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ નિર્ણયને તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. 'આપ'એ જણાવ્યું છે કે, આ નિર્ણયથી ભારતના અને ખાસ કરીને ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતો પાયમાલ થશે.