ડભોઈ તાલુકાના તેનતલાવ ગામ પાસેથી પસાર થતી ડભોઈ-એકતાનગર બ્રોડગેજ રેલવે લાઇન નીચે બનેલાગરનાળામાં ગતરોજ પડેલા ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. આ ગરનાળું પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ભરાઈ જતાં આસપાસના પાંચથી છ ગામોના લોકોની અવરજવર ખોરવાઈ ગઈ છે. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ તાત્કાલિક ધોરણે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. અસરગ્રસ્ત ગામો અને લોકોની હાલાકી ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે માનપુરા, ઓરડી, રાજપ