છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના મોરાડુંગરી ગામે કોતરમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા એક વ્યક્તિ ફસાયો હતો. ભરેડા કોતરમાં અચાનક પાણીના પ્રવાહ વઘ્યો હતો. ભેંશ ચરવા ગયેલ સુભાષભાઈ રાઠવા પાણીમાં ફસાયા હતા. ફાયર વિભાગની ટીમ અને સ્થાનિકોએ ફસાયેલા વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢ્યો છે.