ધ્રાંગધ્રા તાલુકાના હિરાપુર ગામમાં તસ્કરો દ્વારા બે અલગ-અલગ મંદિરના તાળા તોડી ચાંદીના દાગીના તેમજ સોનાની બીંદી સહિતના રૂપિયા 57,500 ના મુદ્દામાલની ચોરીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે જે અંગે મંદિરમાં સેવા પૂજા કરતા પુજારીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે