થરાદ તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર ચારડા અને વાવ તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર માલસણ ખાતે આરોગ્ય વિષયક સેવાઓ શરૂ કરી દેવાઈ છે. થરાદ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એચ.વી.જેપાલે આરોગ્ય વિષયક સેવાઓ અંગે માહિતી આપી આરોગ્ય વિભાગ અન્ય વિભાગો અને સરપંચ તલાટી સાથે સંકલનમાં રહી ખડેપગે સેવાઓ માટે તત્પર હોવાનું જણાવ્યું હતું.આરોગ્ય તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે કાર્યરત રહી ગ્રામજનોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે.