નવસારી જિલ્લામાં VPRP અને NRLM અંતર્ગત જિલ્લા સ્તરીય ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ કાર્યક્રમનો આજે BAPS સ્વામિનારાયણ મંદિર કેમ્પસ ખાતે શુભારંભ થયો. જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ જણાવ્યુ́ હતું કે, આ તાલીમ ગામના લોકોને કૌશલ્યવર્ધનથી સશક્ત બનાવી, ગ્રામ વિકાસમાં તેમની સહભાગિતાને સુનિશ્ચિત કરશે. ૩૦ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં જિલ્લાના ૪૯ DRPs ભાગ લઈ રહ્યા છે.