વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ મતવિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદર તાલુકાના તમામ ગામમાંથી બહેનોને ગાંધીનગર આવવાની વ્યવસ્થા કરીને ગુજરાતની વિધાનસભા અને સચિવાલયની મુલાકાત કરાવી. વર્ષો પછી પહેલીવાર વિધાનસભા જોઈને બહેનો ખૂબ ઉત્સાહમાં આવ્યા અને આનંદ વ્યક્ત કર્યો. બહેનોએ ખુબ જ જિજ્ઞાસાવશ વિધાનસભાનું આખું બિલ્ડીંગ, વિધાનસભાની કાર્યવાહી, પ્રક્રિયાઓ, કાયદા કેમ બને, પ્રશ્નો કેમ પૂછાય, કઈ ઓફિસ કયા આવેલી છે વગેરે માહિતી જીણવટભરી રીતે મેળવી.