એક મહિનામાં રોડ નહીં બને તો બાંધકામ વિભાગના અધિકારીનું કાળું મોઢું કરીશ – ધારાસભ્ય હેમંતભાઈ ખવા. ગામડા સહિત અનેક વિસ્તારોમાં રોડ ખરાબ હોવાથી લોકો ટોળામાં ભેગા થયા.” જામનગર જિલ્લાના જામજોધપુરનાઅનેક ગામડા અને વિસ્તારોમાં રોડની ખરાબ હાલતને કારણે લોકોએ ટોળા ભેગા કર્યા. આ મુદ્દે ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ચેતવણી આપી છે કે,“જો એક મહિનાની અંદર રોડનું કામ પૂરું નહીં થાય તો બાંધકામ વિભાગના અધિકારીઓનું કાળું મોઢું કરવામાં આવશે.