ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે પશુધારાના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ખાલિદ ઉર્ફે ભદ્દો હુસેન તોતલને ગોહ્યા મહોલ્લા વિસ્તારમાંથી ઝડપી લીધો છે. એ.એસ.આઈ. અરવિંદભાઈ સડીયાભાઈને ખાનગી સૂત્રથી બાતમી મળતાં પોલીસ સ્ટાફે નુરાની પાન સેન્ટર પાસેના ઘરમાં કોર્ડન કરી તેને કાબૂમાં લીધો. પૂછપરછમાં તેની ઓળખ ખાતરી થયા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી માટે તેને કસ્ટડીમાં લીધો છે. આરોપી સામે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.