સુરતના ઉધનામાં રહેતા ૧૬ વર્ષીય કિશોરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કિશોરનો બે દિવસ પહેલા મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હતો. જે મોબાઈલ ફોનમાં સ્વ.પિતાના ફોટા સહિત જરૂરી ડોક્યુમેન્ટ્સ હતા. જેના કારણે હતાશામાં આવીને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પરિવારે જણાવ્યું હતું.મૂળ મુંબઈ સાન્તાક્રુજના વતની અને હાલ ઉધના વિસ્તારમાં આવેલા દોશી મહોલ્લામાં રહેતા ૧૬ વર્ષીય કૃણાલ સુરેશભાઈ સાવંત લુમ્સના કારખાનામાં સંચા મશીનમાં નોકરી કરી રહ્યો હતો.