70મા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રી સચિવાલય સ્વર્ણિમ સંકુલ 1 ખાતે હાજર રહ્યા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં MOU કરવામાં આવ્યા હતા.આ એમ.ઓ.યુ. પર રાજ્ય સરકાર વતી પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર પ્રભવ જોશી અને વર્લ્ડ વાઈડ મીડિયાના રોહિત ગોપાકુમારે હસ્તાક્ષર કર્યા હતા.