છીતરમલ નાથુલાલ સોમની અમદાવાદ ખાતે દીકરાના ઘરે ગયા હતા. ગામમાં રહેતા સુરેશકુમાર જૈને ઘરનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. જે બાદ મકાન માલિક તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા જ્યાં તમામ સામાન વેર વિખેર પડ્યો હતો. તિજોરીનું લોક તોડી તસ્કરો 72000 રોકડ અને 955000ની કિંમતના સોના ચાંદીના દાગીનાની સહિત કુલ 1027000ની ચોરી કરી ફરાર થયા હતા.