વિસનગર શહેરના કાનકૂવાવાસની પાછળ ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે જુગાર રમાય છે તે બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે જઈ રેડ કરી હતી. જેમાં પોલીસે ઘટનાસ્થળે જઈ રેડ કરતા જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગાર સાહિત્ય સહિત રૂ. 34250 નો મુદામાલ કબજે લઈ ઝડપાયેલ તમામ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.