બોટાદ જિલ્લામાં જુદી-જુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારશ્રીઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા-સરઘસ-રેલી-ઉપવાસ જેવાં કાર્યક્રમ કરતાં હોય છે. જેનાં કારણે તંગદીલી જેવું વાતાવરણ સર્જાય છે, અને આવાં કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતાં વર્ગવિગ્રહ જેવાં બનાવો પણ જિલ્લામાં બનવાની શકયતા રહે છે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય છે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું