બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાના અભિયાન અંતર્ગત થરાદ તાલુકાના જેતડા ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બનાસ ડેરીના અધિકારી ગામના આગેવાનો, વડીલો અને યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અને સ્ટાફે બનાસ ડેરીના કર્મચારીઓને આ પહેલ માટે અભિનંદન પાઠવ્યા હતા.