ગાંધીનગરના હાર્દસમા અને પોશ વિસ્તાર ગણાતા સેક્ટર-7માં ઘન અને પ્રવાહી કચરાના ડમ્પિંગથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંદાજે 200થી વધુ નાગરિકોએ આ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરી છે. આજે કોંગ્રેસના નેજા હેઠળ વેપારીઓએ વિરોધ પ્રદર્શન કરીને તાત્કાલિક ધોરણે ડમ્પિંગ સાઈટ ખસેડવાની માગણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નિશિત વ્યાસે મનપાના વહીવટ પર આકરા પ્રહારો કર્યા છે.