અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પરંપરા સતત આગળ વધી રહી છે, જેમાં તાજેતરમાં 213મું અંગદાન નોંધાયું છે. આ અંગદાન ગાંધીનગર જિલ્લાના કલોલના 30 વર્ષીય રાહુલભાઈ મકવાણા તરફથી પ્રાપ્ત થયું છે. જેમણે પોતાના જીવનના અંતિમ ક્ષણે પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે.ગણેશ વિસર્જન બાદ થયેલ દુર્ઘટનામાં યુવકનો જીવ હોમાયો. રાહુલભાઈ મકવાણા એક સામાન્ય પરિવારમાંથી આવતા. હતા અને જીમમાં સફાઈ કામ તેમજ રાત્રે પેટ્રોલ પંપ પર કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવત