માહિતી અનુસાર અજાણ્યા ચોરે પીનપુર ગામની સીમમાં આવેલી બ્લોક/સર્વે નં.૮૩ની જમીન પર આવેલી અનન્ય ઊર્જા પ્રા.લિ. કંપનીની મિલ્કતમાંથી ચોરી આચરી હતી.અહીં આવેલી અનન્ય ઊર્જા સોલાર પ્લાન્ટ-૦૨ માં બાપા સિતારામ ટેક્સટાઇલ અને બાપા સિતારામ સિન્થેટીક સોલાર પ્રોજેક્ટમાં ચોરે કોપરના બનેલા ડીસી કેબલ વાયર પકડ જેવા સાધનથી કાપી લઈ ગયા હતા. ચોરાયેલ વાયર આશરે ૫૦૦૦ મીટર જેટલો છે, જેના પ્રતિ મીટર રૂ.૫૨ મુજબ તથા જી.એસ.ટી. સહીત અંદાજે રૂ.૩,૦૦,૦૦૦/- જેટલી ચોરી થઈ હતી