ગોધરા તાલુકાના લાડપુર પાસે બનેલા અકસ્માતમાં નાટાપુર ગામના ત્રણ યુવાનો બુલેટ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે સ્પીડ વધારે હોવાને કારણે બાઈક રોડની સાઈડમાં ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી. ઘટનામાં સાહિલ સલીમ શેખ અને ટિકેશ ઉર્ફે લાલુ રાયસિંહ પટેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે કેતન પટેલને ગંભીર ઈજા થવાથી વડોદરા રિફર કરવામાં આવ્યો છે. ગોધરા તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. બે યુવાનોના અચાનક અવસાનથી નાટાપુર ગામમાં શોક છવાયો છે.