વાપી તાલુકાના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં કરવડ ખાતે એક હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 6ઠી સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે કરવડ તળાવના કિનારેથી સુરેશભાઈ ઝાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના શરીર પર આંખ, ડાબા ગાલ, કાન અને બંને હાથ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.