મંગળવારના 4 કલાકે યોજાયેલા કાર્યક્રમ ની વિગત મુજબ વલસાડના જિલ્લા આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા વલસાડ તાલુકાના કોચવાડા ગામ ખાતે ક્લસ્ટરમાં આવેલા ડુંગરિયા શેગવા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ અધિકારીની ઉપસ્થિતિમાં માર્ગદર્શન સેમિનાર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અને જિલ્લા આત્મા પ્રોજેક્ટ કચેરી ખાતેથી આવેલા અધિકારી દ્વારા તેઓને ખાતર ખેતીના વિસ્તરણ બાબતે વિગતવાર માહિતી આપી હતી.