અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કરોડોની કિંમતની જમીન પર વર્ષોથી ગેરકાયદેસર દબાણ સામે આવ્યું છે. શહેરના જમાલપુર કબાડી માર્કેટ પાસે આવેલી 4800 ચોરસ વાર જમીન પર ગેરકાયદેસર રીતે 52 જેટલા મકાનો બનાવી દેવામાં આવ્યા છે. આ દબાણની જાણ થતાં જ AMC ના એસ્ટેટ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. મનપા દ્વારા આ ગેરકાયદેસર દબાણકર્તાઓને જગ્યા ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ વૈકલ્પિક જગ્યાની ઓફર કરવા છતાં તેમણે જગ્યા ખાલી કરી નથી.