7 સપ્ટેમ્બરના રોજ રાતે 10 કલાકની સ્થિતિ મુજબ ધરોઈના મોટાભાગના દરવાજા બંધ કરી માત્ર એક દરવાજો 3 ફુટ ખુલ્લો રાખવામાં આવ્યો છે. ડેમમાં હાલ 63225 ક્યૂસેકની આવક છે તો જાવક માત્ર 3935 ક્યૂસેક રાખવામાં આવી છે.ડેમનું સ્ટોરેજ વધારીને 617.09 ફુટ કરાયું છે તો પાણીનો જથ્થો વધારીને 81.58% કરાયો છે. સાબરમતી નદીમાં ખતરો હોઈ અવરજવર ન કરવા અપીલ કરાઈ છે.