હાલ જ ત્રણ દિવસ અગાઉ મહિધરપુરા દારૂખાના રોડ પર આઠ જેટલા ગણેશ પંડાલ માં રાત્રિ દરમ્યાન ઘરફોડ ચોરીની ઘટના બની હતી.ચોરીની સાથે શ્રીજીની પ્રતિમા પણ ખંડિત કરવામાં આવી હતી.પોલીસે તાત્કાલિક તપાસ કરી ગોવિંદ દાણાની અને સોહીલ દાતાણી ની ધરપકડ કરી હતી.જે ધરપકડ કરાયેલા બંને આરોપીઓની પોલીસે શાન ઠેકાણે પાડી છે.સુરત પોલીસે જાહેરમાં આરોપીનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું છે.જ્યાં પોતે કરેલી મોટી ભૂલનો શ્રીજીની પ્રતિમા આગળ પગે લાગી સ્વીકાર કર્યો છે.