વડોદરા : પાલિકાના વહીવટી વોર્ડ 5માં સમાવિષ્ટ વિસ્તાર આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા તરફ રસ્તાની બંને બાજુના ભાગે કેટલાક મિલકત ધારકોએ ઓટલા, શેડ સહિતના કાચા પાકા દબાણો માર્જિનની જગ્યામાં કર્યા હતા. આ દબાણો દૂર કરવાની કામગીરી પાલિકાની ટીમે હાથ ધરી હતી.સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે આવેલ અલવી બેન્ક નજીક નોનવેજની હાટડીઓના પણ વધારાના બાંધકામો પાલિકાની ટીમે દૂર કર્યા હતા.આ કામગીરીમાં બાપોદ પોલીસનો સ્ટાફ બંદોબસ્તમાં હાજર રહ્યો હતો.