સુરતના ભીમરાડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં એક મહિલા અને તેના ત્રણ વર્ષના પુત્રનું 13મા માળેથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના બુધવારે મોડી સાંજે બની હતી, અને હાલ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.મૃતક મહિલા, 30 વર્ષીય પૂજાબેન પટેલ, તેમના પતિ વિલેષકુમાર પટેલ અને પુત્ર ક્રિશિવ સાથે ભીમરાડની માર્તન્ડ હિલ્સ સોસાયટીમાં રહેતા હતા.વિલેષકુમાર લુમ્સના કારખાનાના માલિક છે.