હાલોલ તાલુકાના ઉજેતી ગામે સનફાર્મા કંપની પાસે આજે શુક્રવારે સવારે 11:30 કલાકે અકસ્માતની ગમકવાર ઘટના સર્જાઈ હતી.જેમાં બે યુવાનોના કરુણ મોત થયા છે. જેમાં કુલ ઝડપે દોડતી આઈસરે બાઈકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક પર સવાર બાસ્કા ગામનો જિયાઉલ હક મકરાણી અને વિટોજના જીગ્નેશકુમાર પરમાર બાઈક સહિત રોડ પર પછડાતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું કરુણ મોત થયું હતું.જેમાં અકસ્માતની આ ઘટનામાં યુવાન મિત્રોના મોતથી પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.