નવસારીથી સચિન તરફ નોકરીએ જતા બે યુવાનોનો અકસ્માતમાં જાનહાની થઈ છે. મરોલી ચાર રસ્તા પર ડમ્પરે બાઈકને ટક્કર મારતા બંને યુવાનોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. નવસારીના બંદર રોડ પર રહેતા 27 વર્ષીય જુબેર શેખ અને જલાલપોરના લીમડા ચોક વિસ્તારના 31 વર્ષીય પ્રદીપ ડેડાણીયા સચિનની કંપનીમાં નોકરી કરતા હતા. બંને મિત્રો સવારે 7 વાગ્યાની શિફ્ટ માટે રવિવારે 5:30 વાગે ઘરેથી નીકળ્યા હતા. જે બાદ આ ઘટના બની...