અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ શામળાજી ખાતે ભાદરવી પૂનમેં આજે વહેલી સવારથી જ અબાલવૃદ્ધ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. મંદિર પરિસરમાં લાંબી લાંબી લાઈનો લાગી હતી.શ્રાદ્ધ પક્ષની પ્રથમ તિથિએ પિતૃમોક્ષ માટે શામળિયાના દર્શનનું વિશેષ મહત્વ હોવાનું પુજારીઓએ જણાવ્યું હતું.ભગવાન શામળિયાને આજે અનોખા શણગાર કરાયા હતા,જેમાં હીરા જડિત સુવર્ણ મુઘટ તથા સોના ના આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા હતા.