સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના કાર્યનું સાક્ષી બની છે. નવસારીના એક પરિવારે સ્વૈચ્છિક રીતે બ્રેઇન ડેડ જાહેર થયેલ મહિલાના અંગોનું દાન કરવાનો નિર્ણય લઈ અન્ય લોકોને નવું જીવન આપ્યું છે. આ અંગદાન સુરત સિવિલ હોસ્પિટલનું 78મું અંગદાન છે.મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના અને હાલ છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં રહેતા 52 વર્ષીય શકુંતલાબેન કિશોરભાઈ બાગલે પોતાના ઘરે અચાનક પડી ગયા હતા. આ ઘટનામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.