બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો જે બાદ આજરોજ થરાદ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે.વરસાદના કારણે ખેડૂતોના મુરઝાઈ રહેલા પાકોમાં નવું જીવન આવ્યું છે. બાજરી, જુવાર, એરંડા અને મગફળીના પાકો હવે લહેરાઈ રહ્યા છે. ખેતીવાડી ક્ષેત્રને મોટો ફાયદો થવાની આશા છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.