થરાદ ઢીમા રોડ પર વિડમાં આવેલા ડાંગેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તોએ આખો શ્રાવણ માસ દરમિયાન પૂજા અર્ચના કરી હતી.જ્યાં શ્રાવણ માસની અમાસે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.યજ્ઞ બાદ મહા આરતી કરવામાં આવી હતી.આ યજ્ઞના શાસ્ત્રી મયુરભાઈ દવે, વસંતભાઈ દવે સહીત પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી આહુતિઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે સંત શ્રી રામ લખનદાસ બાપુ ચારડા, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, ડી ડી રાજપૂત, સહિતના વિવિધ સમાજના આગેવાનો યજ્ઞમાં હાજરી આપી હતી.