અમારી ખાતે આજથી ભાદરવી પૂનમનો મહા મેળો શરૂ થઈ ગયો છે આ પ્રસંગે જિલ્લા એસપી પ્રશાંત સુમ્બે પ્રતિક્રિયા આપી હતી તેમને જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ભાદરવી પૂનમના મહા મેળામાં આવતા પદયાત્રીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેવું આયોજન કરાયું છે અને સમગ્ર મેળા દરમિયાન 5,000 જેટલા પોલીસ જવાનો સલામતી અને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે અને મા અંબાની કૃપાથી આ મેળો સુખ શાંતિ થી સંપન્ન થશે