વડોદરા : વાસદ હાઇવે ઉપર દશરથ નજીકના બ્રિજ પાસેથી વડોદરા તરફ આવી રહેલ જુનાગઢ પાર્સિંગની કાર ચાલકે બાઇક સવાર દંપતિને અડફેટે લેતા મહિલાનું સ્થળ પર મોત થયું હતું.જ્યારે પતિ અને બાળકને સામાન્ય ઈજા થતા સદ નસીબે તેમનો બચાવ થયો હતો.અકસ્માત બાદ કાર ચાલક કે નાસી છૂટવાનો પ્રયાસ કરી પીછો કરી રહેલી કારને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું.ઘટનાની જાણ થતા છાણી પોલીસે ચાલકની અટકાયત કરી મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.