રાજકોટ: શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સંયુક્ત રીતે રાજકોટમાં રહેતા આફ્રિકન વિદ્યાર્થીઓનું ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઓવરસ્ટે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને (નશાબંધી) કાયદા સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.