વલસાડ એસટી વિભાગીય કચેરી હસ્તકના ડાંગ જિલ્લાના આહવા એસ ટી ડેપોને મળેલી આજની નવી બે મીડી બસો પૈકી આહવા-સોનુનીયા-હુંબાપાડા અને આહવા-વઘઇ- શિલોટમાળ બસને ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને લીલીઝંડી આપી મુસાફર જનતાને સમર્પિત કરી હતી.