થાનગઢમાં મોટાભાગનું ગેરકાયદેસર ખનિજ ઉપયોગમાં લેવાતું હોવાની રજૂઆત થાનગઢ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મંગળુભાઈ ભગત દ્વારા કરવામાં આવી છે. પૂર્વ શહેર કોંગ્રેસે પ્રમુખ મંગળુભાઈ દ્વારા લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે થાનગઢ પંથકમાં જુદા જુદા સિરામિક ઉધોગો આવેલા છે જેમાં ફાયર કલે, ચાઇના કલે, થાન કલે, બોલ કલે, જીક્રોનિયમ સહિતના ખનીજનો ઉપયોગ કરવામાં આવે છે જે ઉધોગોના રજીસ્ટરની સમયાંતરે ચકાસણી કરવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે.